પૂજ્ય કાકાશ્રી કાંતિસેન શ્રોફ ના શતાબ્દી વર્ષની ઊજવણી ના ભાગરૂપે તેમણે સ્થાપેલી અને તેઓની પ્રેરણાથી કાર્યરત સંલગ્ન સંસ્થાઓ સમાજ ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓની સંકલ્પના સાથે શતાબ્દી વર્ષ અલાયદી રીતે ઉજવવાનો નિર્ધાર કર્યો છે. કચ્છ નવનિર્માણ અભિયાન ના નેજા હેઠળ સંલગ્ન સંસ્થાઓ દ્વારા ૩ જી જાન્યુઆરી ૨૦૨૨ ના "સંકલ્પ દિન" તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

વર્ષભર ચાલનારી વિવિધ વિકાસ લક્ષી સામાજિક પ્રવૃત્તિઓ
કાકા ના વિઝન અને પ્રેરણા મુજબ કચ્છમાં જળસંચય, પર્યાવરણ, હસ્તકળા, ઘાસચારો, બિયારણ, શિક્ષણ, સાહિત્ય, લોક કલાઓ, લોક સંગીત વગેરે પ્રવૃતિઓ થતી રહી છે, તેને વર્ષ દરમિયાન ચાલુ રાખવી અને હાલમાં ૧૦૦ જળ મંદિર, ૧૦૦ ગામોની લાયબ્રેરીને અમુલ્ય પુસ્તકો, વૃક્ષારોપણ, નિબંધ સ્પર્ધાઓ, ચિત્ર સ્પર્ધાઓ, પુસ્તક વિમોચન જેવા વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે અને પૂર્ણ કરાશે.
એલ.એલ.ડી.સી. ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે યોજાશે સંકલ્પ કાર્યક્રમ
એલ.એલ.ડી.સી. ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે તારીખ : ૦૩-૦૧-૨૦૨૨ ના સાંજે ૪ થી ૮ દરમિયાન યોજાશે આ સંકલ્પ કાર્યક્રમ. જેમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ / વડાઓ, સીનીયર કારીગરો વગેરે ઉપસ્થિત રહેશે.
Comments